જૂનાગઢ: શહેર ભાજપ કાર્યાલય કમલમ ખાતે પતંગ ઉત્સવ નું આયોજન, શહેર જિલ્લા ભાજપ પ્રમુખ મેયર સહિતના પદાધિકારીઓએ ચગાવી પતંગ
ઉતરાયણ પર્વ નિમિત્તે લોકો સવારથી જ પતંગ ચગાવી રહ્યા છે અને મજા માણી રહ્યા છે ત્યારે જુનાગઢ શહેર ભાજપ કાર્યાલય કમલમ ખાતે પતંગ ઉત્સવનું આયોજન કરાયું હતું જેમાં જૂનાગઢના મેયર ડેપ્યુટી મેયર સહિતના પદાધિકારીઓ શહેર અને જિલ્લા ભાજપ પ્રમુખ સહિતના નેતા અને કાર્યકરો દ્વારા પતંગ ચગાવી અને પારિવારિક માહોલમાં ઉતરાયણની ઉજવણી કરી હતી.