જૂનાગઢ: બામણવાડા ગામે 13 વર્ષીય વિદ્યાર્થીને શિક્ષિકાએ માર મારી લોહીલુહાણ કર્યાના આક્ષેપ મામલે જિલ્લા શિક્ષણાધિકારીનું નિવેદન
માંગરોળના બામણવાડા ગામે ધોરણ આઠમાં અભ્યાસ કરતા 13 વર્ષીય વિદ્યાર્થીને શાળાના શિક્ષિકાએ માથામાં પાટીયુ ફટકારી લોહી લુહાણ કરી નાખ્યાનો ગંભીર આક્ષેપ લાગ્યો છે.ત્યારે સમગ્ર મામલે જુનાગઢ જિલ્લા શિક્ષણાધિકારીએ તપાસના આદેશ આપ્યા છે. અને પાંચ દિવસમાં હકીકત લક્ષી અહેવાલ મંગાવ્યા છે.RTE એક્ટ મુજબ બાળકને સજા કરવી ગુનો છે જો આક્ષેપો સાચા ઠરશે તો શિક્ષિકા સામે કડક વિભાગીય કાર્યવાહી કરાશે તેવું જણાવી જિલ્લા શિક્ષણ અધિકારી એ નિવેદન આપ્યું છે.