જૂનાગઢ: શહેરના જોષીપરા અને ખામધ્રોળ વિસ્તારમાં અશાંત ધારો લાગુ કરતા વિશ્વ હિન્દુ પરિષદના જયેશ ખેસવાણીએ નિવેદન આપ્યું
ઐતિહાસિક નિર્ણયને આવકારતા વિશ્વ હિન્દુ પરિષદના સહમંત્રી જયેશ ખેસવાણીએ જણાવ્યું હતું કે જૂનાગઢના અમુક સંવેદનશીલ વિસ્તારોમાં અશાંતધારો લાગુ કરવા માટે સમગ્ર હિન્દુ સમાજ છેલ્લા પાંચ-છ વર્ષથી સતત સંઘર્ષ અને પ્રતીક્ષા કરી રહ્યો હતો. આ બાબતે સમાજ દ્વારા અનેકવાર રજૂઆતો કરવામાં આવી હતી, જેનો હવે સરકારે સ્વીકાર કર્યો છે. ખાસ કરીને ખામધ્રોળ અને જોષીપુરા જેવા વિસ્તારોમાં હવે મિલકતોની જે ગેરબંધારણીય રીતે લે-વેચ થતી હતી તેના પર સરકારી અંકુશ આવશે.