ખંભાત: ખંભાત પાલિકા દ્વારા સરદાર ટાવરથી લાલ દરવાજા સુધીના માર્ગ પરથી દબાણો હટાવ્યા.
શહેરના વ્યસ્ત ગણાતા સરદાર ટાવરથી લાલ દરવાજા સુધીના મુખ્ય માર્ગ પર દબાણ હટાવ ટીમ કામે લાગી હતી. આ કાર્યવાહી દરમિયાન અગાઉ આપવામાં આવેલી ચેતવણીઓને ધ્યાને રાખીને, અડચણરૂપ જાહેર રસ્તાઓ પરથી લારી-ગલ્લા તેમજ પાથરણાના દબાણો તાત્કાલિક ધોરણે દૂર કરવામાં આવ્યા હતા.આ ડ્રાઈવ દરમિયાન ટ્રાફિકને ગંભીર અડચણરૂપ બનતી અંદાજે 10 જેટલી લારીઓ અને કેબીનો પણ પાલિકા દ્વારા જપ્ત કે ઉઠાવી લેવામાં આવી હતી.જાહેરમાં કચરો નાખી ગંદકી ફેલાવનાર સામે દંડનીય કાર્યવાહી હાથ ધરાઈ છે.