ભચાઉ: નગરપાલિકા નજીક બુકાનીધારી મહિલાનો ATM તોડી ચોરીનો પ્રયાસ, ઘટના CCTVમાં કેદ
Bhachau, Kutch | Nov 11, 2026 ભચાઉ નગરપાલિકા નજીક આવેલા બેંક ઓફ બરોડાના ATMને મોડી રાત્રે બુકાનીધારી મહિલાએ નિશાન બનાવી તોડફોડ કરી નાણાં ઉપાડવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, પ્રયાસ નિષ્ફળ રહ્યો હતો. સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ થઈ છે. બેંક મેનેજરની જાણ બાદ ભચાઉ પોલીસે તપાસ હાથ ધરી મહિલાની ઓળખ અને શોધખોળ માટે ચક્રો ગતિમાન કર્યા છે.