શહેરા: શહેરાના લાભી ગામે પતરાવાળા મકાન પર વીજળી પડતા ઘરવખરીને નુકશાન,જ્યારે પરિવારનો આબાદ બચાવ
શહેરા તાલુકાના લાભી ગામના ડુંગરા ફળિયામાં વીજળીના કડાકા-ભડાકા સાથે પડેલા વરસાદ દરમિયાન અખમભાઈ નામના ખેડૂતના પતરાવાળા મકાન પર વીજળી પડવાને કારણે મકાનમાં રહેલ તમામ ઘરવખરી, અનાજ અને વીજ ઉપકરણો બળીને ખાખ થઈ ગયા હોવાનું જાણવા મળ્યું હતું,જેના લીધે પરિવારને આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. સદનસીબે, ઘટના સમયે પરિવારના સભ્યો બાજુમાં આવેલા અન્ય મકાનમાં સૂવા ગયા હોવાથી તેમનો આબાદ બચાવ થયો હતો,અને મોટી જાનહાનિ ટળી હતી.