દાહોદ જિલ્લામાં માછણ ડેમ 97.99 ટકા ભરાયો
ઉપરવાસમાં સારા વરસાદના પગલે માછણ ડેમમાં પાણીની આવકમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. હાલમાં માછણ ડેમ તેની કુલ સંગ્રહ ક્ષમતાના 97.99 ટકા સુધી ભરાઈ ગયો છે.
મળતી માહિતી મુજબ માછણ ડેમની મહત્તમ જળસપાટી 277.65 મીટર છે, જ્યારે હાલમાં ડેમમાં પાણીની સપાટી 277.50 મીટર સુધી પહોંચી છે. ઉપરવાસમાં વરસાદના કારણે પાણીની આવક વધતા ડેમના જળસંગ્રહમાં નોંધપાત્ર વધારો થયો છે.
ડેમમાં પાણીનો સંગ્રહ વધતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. આગામી દિવસોમાં ડેમનું પાણી સિંચાઈ તેમજ પીવાના પાણીની જરૂરિયાત માટે લાભદાયી બનશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.
Dohad, Dahod | Sep 15, 2026