ખંભાત: સોખડાની એમ્બીશન ફાર્મા કંપની પાસેથી દવાનું રો-મટીરીયલ્સ ખરીદીને 1.57 કરોડનો ચુનો લગાવતા ફરિયાદ
Khambhat, Anand | Oct 17, 2026 ખંભાત તાલુકાના સોખડા ખાતે આવેલી એમ્બીશન ફાર્મા કંપની પાસેથી દવાનું રો-મટીરીયલ્સ ખરીદીને દિલ્હીના બે શખ્સોએ 1.57 કરોડ ઉપરાંતની છેતરપીંડી અને વિશ્વાસઘાત કર્યો હતો.આ અંગે ફરિયાદી શીતલબેન ચેતનભાઈ ભોજાણીએ અશ્વીની કુમાર ઉર્ફે કેદારનાથ ઉર્ફે સંજયકુમાર સતીજા અને વિશાલ વર્મા વિરુધ્ધ ફરિયાદ નોંધાવી હતી.ખંભાત ગ્રામ્ય પોલીસે ગુનો દાખલ કરીને બંનેને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.