શહેરા: એક ગામની સગીર વયની કિશોરીને લગ્નની લાલચ આપી ભગાડી જનાર અપહરણ અને દુષ્કર્મના આરોપીની રેગ્યુલર જામીન અરજી નામંજૂર
પ્રાપ્ત વિગતો મુજબ શહેરા તાલુકાના દલવાડા ગામના પીપળીયા ફળિયામાં રહેતા ૨૮ વર્ષીય દિનેશ રંગીત પગી નામના યુવકે તાલુકાના એક ગામની સગીર વયની દીકરીને પટાવી, ફોસલાવી લગ્ન કરવાની લાલચ આપી પ્રેમ સંબંધ રાખી શારીરિક શોષણ કરવાના ઈરાદે ફરિયાદીના કાયદેસરના વાલીપણામાંથી ભગાડી ગયો હતો,જેની ફરિયાદ શહેરા પોલીસ સ્ટેશનમાં નોંધાતા આરોપી વિરુદ્ધ અપહરણ અને પોક્સો એક્ટની જુદી-જુદી કલમ હેઠળ ગુનો નોંધી સગીર વયની કિશોરીને ભગાડી જનાર આરોપીને ઝડપી પાડી પોલીસે જ્યુડીશિયલ કસ્ટ