લીંબડી: લીંબડી ખાખચોકમાં રહેણાંક મકાનમાં 12 ડિસેમ્બર બપોરે 1 વાગે લીંબડી પોલીસ નો જુગારનો દરોડો 7 જુગારીયાઓ ઝડપાયા
લીંબડી પોલીસે નાનોવાસ ખાખચોકમાં વિજય ઉર્ફે ભીમ નાનજીભાઇ દલાભાઇના રહેણાંક મકાનમાં દરોડો પાડી અને જુગાર રમી રહેલા સલીમ રસુલ દુરાણી,વિજય ધીરૂ ચૌહાણ, જિતેન્દ્ર વિઠ્ઠલ સોંડલા, નારાયણ દોહાભાઇ પરમાર, રમેશ ડાહ્યાભાઈ મકવાણા, જાહીદ મહમદ તથા વિજય ઉર્ફે ભીમ નાનજીભાઇને ઝડપી પાડ્યા હતા અને જુગારના પટમાં થી રોકડ રકમ રૂ. 24360 તથા 5 મોબાઇલ ફોન રૂ. 19000 એમ કુલ મુદામાલ મળી રૂ 43360 નો મુદામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે.