માંડવી: માંડવીના ભેરૈયા પાટિયા પાસે બિનઅધિકૃત રેતી વહન ઝડપાયું, રૂ. 25 લાખનો મુદ્દામાલ જપ્ત
Mandvi, Kutch | Oct 23, 2026 કચ્છના માંડવી તાલુકાના ભેરૈયા પાટિયા પાસે બિનઅધિકૃત રીતે 25 ટન રેતીનું વહન કરતા ડમ્પર નંબર GJ 27 TG 7402ને ઝડપી લેવામાં આવ્યું છે. વાહન સહિત અંદાજે રૂ. 25 લાખનો મુદ્દામાલ જપ્ત કરી ગઢશીશા પોલીસ સ્ટેશન ખાતે રાખવામાં આવ્યો છે. આગળની કાર્યવાહી માટે માંડવી મામલતદાર અને ભૂસ્તરશાસ્ત્રીને જાણ કરવામાં આવી છે.