મોરવા હડફ: મોરવા હડફના ધારાસભ્ય નિમિષાબેન સુથારે નિવાસસ્થાને તિરંગો ફરકાવી 'હર ઘર તિરંગા' અભિયાનમાં ભાગ લીધો
'એક રાષ્ટ્ર, એક ભાવના, એક મહાઅભિયાન'ના મંત્ર સાથે સમગ્ર દેશમાં રાષ્ટ્રભક્તિનો માહોલ છવાયો છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના આહ્વાનને માન આપીને 'હર ઘર તિરંગા' અભિયાન હેઠળ મોરવા હડફના ધારાસભ્ય નિમિષાબેન સુથારે પોતાના નિવાસસ્થાને આદરપૂર્વક રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો હતો અને દેશભક્તિના આ મહાઅભિયાનમાં સક્રિય ભાગ લીધો હતો