અંજાર: વરસામેડીમાં તાલુકાકક્ષાની તિરંગા યાત્રા યોજાઈ
Anjar, Kutch | Aug 14, 2026 અંજારના વરસામેડી ખાતે ‘હર ઘર તિરંગા’ અભિયાન અંતર્ગત તાલુકાકક્ષાની તિરંગા યાત્રા યોજાઈ હતી. ઉચ્ચ અને ટેક્નિકલ શિક્ષણ રાજ્યમંત્રીશ્રી ત્રિકમભાઈ છાંગાએ યાત્રાને લીલીઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું. ‘વંદે માતરમ્’ સહિતના દેશભક્તિના નારા અને ગીતોથી સમગ્ર વાતાવરણ દેશભક્તિમય બન્યું હતું.