ચોરાસી: અઠવાલાયસા ખાતે પહેલા વરસાદમાં રસ્તો બેસી જતા ખાડામાં મહિલા ડોક્ટરની કાર ફસાતા મનપાની પોલ ખુલ્લી પડી છે.
Chorasi, Surat | Feb 20, 2026 સ્માર્ટ સિટી સુરતમાં સામાન્ય વરસાદી ઝાપટાંએ મહાનગરપાલિકાની નબળી કામગીરીની પોલ ખુલી તેવી સ્થિતિ સર્જાઈ છે. જ્યાં વહીવટી તંત્રના ઉચ્ચ અધિકારીઓ બેસે છે તેવા સુરત જિલ્લા સેવા સદન સામે જ રસ્તો બેસી ગયો હતો. ત્યાંથી એક મહિલા ડોક્ટર કાર લઈને નીકળ્યા હતા, ત્યારે તેની કાર ખાડામાં ફસાઈ ગઈ હતી. ખોદકામ બાદ નબળા રિપેરિંગ કામને કારણે સર્જાયેલી આ ઘટનામાં સ્મિમેર હોસ્પિટલના એક મહિલા ડોક્ટરની કાર ફસાઈ જતાં તંત્ર સામે અનેક સવાલો ઉભા થયા છે.