ખંભાત: બામણવાની 18 વર્ષીય યુવતી ભેંદી સંજોગોમાં ગુમ થતા ફરિયાદ
Khambhat, Anand | Oct 15, 2026 ખંભાતના બામણવા ગામ સ્થિત કિશનપુરા સીમ વિસ્તારમાં રહેતી 18 વર્ષીય રાધાબેન સોમાભાઈ સોલંકી ભેદી સંજોગોમાં ગુમ થઈ હતી. આ અંગેની જાણ પરિવારજનોને થતાં તેમણે તેની શોધખોળ હાથ ધરી હતી. પરંતુ તેનો કોઈ પતો લાગ્યો નહોતો. આખરે, આ મામલે ખંભાત ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં તેના ગુમ થયાની ફરિયાદ નોંધાવતા પોલીસે જાણવાજોગ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.