નખત્રાણા: નખત્રાણા LCBની મોટી સફળતા: લખપતમાંથી શંકાસ્પદ ટ્રક સાથે ₹૧૦.૬૦ લાખનો મુદ્દામાલ ઝડપાયો, નખત્રાણાનો ચોરીનો ગુનો ઉકેલાયો
પશ્ચિમ કચ્છ લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે લખપત તાલુકામાંથી શંકાસ્પદ હાલતમાં પડેલી એક ટ્રકમાંથી ચોરાયેલા મુદ્દામાલ સાથે કુલ રૂપિયા દસ લાખ સાઈઠ હજારનો મુદ્દામાલ જપ્ત કરી નખત્રાણા પોલીસ મથકે નોંધાયેલો ચોરીનો વણઉકેલાયેલો ગુનો શોધી કાઢ્યો છે.