ભાવનગર: વરતેજ સહિતના સ્થળો પર ઠંડા પીણાની બ્રાન્ડ અંગે SOG અને ફૂડ સેફ્ટી વિભાગની સંયુક્ત કાર્યવાહી, લાઈવ તપાસ વિડિઓ સામે આવ્યા
ભાવનગર જિલ્લામાં લોકલ ઠંડા પીણાની બ્રાન્ડ સામે કાર્યવાહી, ભાવનગર જિલ્લામાં જાણીતી ઠંડા પીણાની બ્રાન્ડ જેવી દેખાતી લોકલ પ્રોડક્ટનું વેચાણ થતું હોવાની માહિતીના આધારે SOG અને ફૂડ સેફ્ટી વિભાગની સંયુક્ત કાર્યવાહી, વરતેજ GIDC, નાના ખોખરા અને પીપળીયા પુલ પાસે દરોડા પાડવામાં આવ્યા, થર્મલ FD મિક્સ ફ્રૂટ, જલદીપ સોફ્ટ ડ્રિંક્સ JB અને રાજ MF મિક્સ ફ્રૂટ સહિતની પ્રોડક્ટના સેમ્પલ લેવામાં આવ્યા, કુલ 66 બોટલોનો નાશ કરી ફૂડ સેફ્ટી વિભાગ દ્વારા નોટિસ આપવામાં આવી.