લખપત: લખપત તાલુકામાં મેઘરાજાની પધરામણી: માતાના મઢ, નારાયણ સરોવર અને કોટેશ્વર સહિતના વિસ્તારોમાં વરસાદ
Lakhpat, Kutch | Sep 21, 2026 લખપત તાલુકાના પ્રસિદ્ધ યાત્રાધામ માતાના મઢ ખાતે રવિવારે રાત્રે આશરે સવા આઠ વાગ્યાના સુમારે અચાનક હવામાનમાં પલટો આવ્યો હતો અને ગાજવીજ તથા તોફાની પવન સાથે મેઘરાજાએ પધરામણી કરી હતી. વરસાદ પડવાના કારણે માતાના મઢની શેરીઓ અને માર્ગો પર પાણી વહેતા થઈ ગયા હતા.