ખંભાત: નગરા ગામના સરપંચ શ્રીમતી મેનાબેન ભરવાડ તેમજ ઉપસરપંચ ધનજીભાઈ માસ્તરે 80માં સ્વાતંત્ર્ય પર્વની સૌને શુભેચ્છા પાઠવી
Khambhat, Anand | Aug 15, 2026 નગરા ગ્રામ પંચાયતના સરપંચ શ્રીમતી મેનાબેન ભરવાડ તેમજ ઉપસરપંચ ધનજીભાઈ માસ્તરે 80માં સ્વાતંત્ર પર્વની સૌને શુભેચ્છા પાઠવી હતી. આ ઉપરાંત ગામમાં થયેલ વિકાસના કામો તેમજ આવનાર સમયમાં કરવામાં આવનાર વિકાસના કામોની માહિતી આપી હતી. ગામમાં સ્વચ્છતા જાળવવા તેમજ ગામના વિકાસ માટે સાથ સહકાર આપવા અનુરોધ કર્યો હતો.નોંધનીય છે કે શિક્ષિત સરપંચ નગરા ગામને સીસીટીવી કેમેરાથી સજજ બનાવશે અને સાક્ષરતા પ્રમાણ વધારવા પ્રયત્નો હાથ ધરશે.