ગાંધીધામ: આદિપુર પોલીસે મોટરસાયકલ ચોરીના બે ગુનાનો ભેદ ઉકેલી બે આરોપીઓને ઝડપી પાડ્યા
એમ.સી. વાળાના માર્ગદર્શન હેઠળ આદિપુર પોલીસે તપાસ હાથ ધરી ગાંધીધામ એ-ડિવિઝન તથા અંજાર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા બે મોટરસાયકલ ચોરીના ગુનાઓનો ભેદ ઉકેલી બે આરોપીઓ તબરેઝહુશેન સ/ઓ દોસ્તમહોમદ સિપાહી અને સંજય ગાંડાભાઈ દેવીપૂજકને ઝડપી પાડ્યા છે. પોલીસ દ્વારા બંને આરોપીઓ પાસેથી કુલ એક લાખ કિંમતની બે મોટરસાયકલ રિકવર કરી આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.