ચુડા તાલુકા સામાજિક આગેવાન જગદીશભાઈ મકવાણા એ પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે કેન્દ્ર સરકારે ધંધુકા થી કુડા ફોરલેન ની જાહેરાત એ ખુબ સારી વાત છે. પણ સૌરાષ્ટ્ર નુ પ્રસિદ્ધ યાત્રાધામ સારંગપુર તરફ જોડતો લીંબડી ચુડા રાણપુર રોડ જે ઘણા સમય થી બિસ્માર હાલતમાં છે તેને પણ ફોરલેન બનાવવા મા આવે તો આ યાત્રાધામે દર્શનાર્થે આવતા લોકો ને નવા રસ્તા ની સુવિધા મળે