મોરવા હડફના કુવાઝર આંટા ફળિયા ગામે રહેતા અર્જુન પટેલ તેઓની કાકી સંગીતાબેન પટેલ ને લઇ તા.2 નવેમ્બર ના રોજ તેઓની ફોઇ જશુબેનના ઘરે આરતીનો પોગ્રામમા ગયા હતા અને પોગ્રામ પૂર્ણ કરી પરત બાઇક લઇને ઘરે જતા હતા દરમ્યાન નાગલોદ તરફ જતા રોડ ઉપર મોરવા તરફથી આવતા એક બાઇક ચાલક તેઓની બાઇક ને ટક્કર મારતાં અક્સ્માત સર્જ્યો હતો જેને લઈને અર્જુનભાઈએ દવા સારવાર કરાવી અક્સ્માત સર્જનાર બાઇક ચાલક વિરુદ્ધ મોરવા હડફ પોલીસ મથકે અકસ્માત નો ગુનો નોધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે