ખંભાત: ખંભાતના ચકડોળ ગ્રાઉન્ડની પુનઃ હરાજી યોજાઈ,
રૂ. 65 લાખથી ગગડીને સીધી રૂ. 43.51 લાખમાં બોલી ફાઇનલ
Khambhat, Anand | Oct 16, 2026 ખંભાતમાં પ્રથમ હરાજી રદ થયા બાદ નગરપાલિકાના પ્રમુખ, ઉપપ્રમુખ, કારોબારી ચેરમેન અને ચીફ ઓફિસરની ઉપસ્થિતિમાં નવેસરથી પુનઃ હરાજી યોજવામાં આવી હતી. જેમાં 10 બોલીદારોએ ભાગ લીધો હતો. રૂ. 41 હજારથી બોલી શરૂ થયા બાદ અંતે કૃણાલભાઈ રમેશભાઈ ભટ્ટ દ્વારા રૂ. 43.51 લાખની સૌથી ઊંચી બોલી બોલાતા આ ગ્રાઉન્ડની હરાજી ફાઈનલ કરવામાં આવી છે. આ રકમ ઉપરાંત ઈજારેદારે 18 ટકા જી.એસ.ટી. પણ ચૂકવવાનો રહેશે. પ્રથમ હરાજીની સરખામણીએ આ વખતે આશરે રૂ. 21.50 લાખ જેટલો મોટો ઘટાડો થયો.