ખંભાત: નગરા ગામે શંકાના આધારે યુવકના અપહરણ અને ધમકીનો આપ્યાની 6 શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ.
Khambhat, Anand | Aug 13, 2026 ખંભાત તાલુકાના નગરા ગામે પરણીતાને ભગાડી ગયાના શંકા-વહેમ રાખી એક યુવકના ભાઈનું ગાડીમાં અપહરણ કરી, જુદી-જુદી જગ્યાએ ફેરવીને જાનથી મારી નાખવાની ધમકી આપવાનો ગંભીર મામલો સામે આવ્યો છે. આ અંગે ભોગ બનનાર યુવક દ્વારા ખંભાત રૂરલ પોલીસ સ્ટેશનમાં કુલ 6 આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી છે.ભરતભાઈ ભીખાભાઈ સોલંકી, ઉષાબેન વિનુભાઈ પટેલ,વિનુભાઈ મથુરભાઈ પટેલ, દિવ્યાન ઉર્ફે ભયલુ વિનુભાઈ પટેલ, પ્રતીક યોગેશભાઈ પટેલ,નયનાબેન રમેશભાઈ સોલંકી સામે ગુનો નોંધાયો છે.