માંડવી: મોટા ભાડીયામાં ગોવર્ધન નંદીશાળાના લાભાર્થે શ્રી રામકથાનો પ્રારંભ
Mandvi, Kutch | Oct 3, 2026 મોટા ભાડીયા ખાતે માનવસેવા અને પ્રકૃતિ સંવર્ધન ટ્રસ્ટ દ્વારા સંચાલિત ગોવર્ધન નંદીશાળાના લાભાર્થે શ્રી રામકથા, સંતવાણી અને નંદી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. પૂજ્ય નિરંજન મહારાજના શ્રીમુખેથી રામકથાનું રસપાન કરાવવામાં આવી રહ્યું છે. સાથે નંદી પૂજન સહિતના ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાઈ રહ્યા છે.