ખંભાત: ખંભાતની 36 પંચાયતમાં ચૂંટણી યોજાશે, સરપંચ પદના સંભવિત દાવેદારોમાં હલચલ તેજ
Khambhat, Anand | Oct 15, 2026 ખંભાતની કુલ 56 ગ્રામ પંચાયતો પૈકી 36 ગ્રામ પંચાયતોની પાંચ વર્ષની મુદત જાન્યુઆરી 2027માં પૂર્ણ થવાની છે, આ પંચાયતોમાં ડિસેમ્બર 2026 અથવા જાન્યુઆરી 2027માં ચૂંટણી યોજાય તેવી શક્યતા છે.બાજીપુરા, ભુવેલ, જહાજ, જલુંધ, જીણજ, કલમસર, કાણીસા, કણઝટ, ખડોધી, ખટનાલ, લક્ષ્મીપુરા, લુણેજ, માલાસોની, મેતપુર, મીતલી, મોતીપુરા-કોડવા, નગરા, નાના કલોદરા, નવાગામ વાટા-ભાટ તલાવડી, નવાગામબારા, પાંદડ,પીપળોઇ, રાલેજ-રાજપુર, સાયમા, શકરપુર, સોખડા-પાલડી-ઝાલાપુર,સહીતનો સમાવેશ છે.