દાહોદ જિલ્લામાં “LIC HFL સંજીવની” પ્રોજેક્ટ અંતર્ગત નુક્કડ નાટક દ્વારા માતા-નવજાત આરોગ્ય અંગે જનજાગૃતિ
*નગરાળા, નવાગામ, રાછરડા અને રેટીયા ખાતે નુક્કડ નાટક દ્વારા આરોગ્યલક્ષી સંદેશો અપાયા*
દાહોદ,
દાહોદ અને પંચમહાલ જિલ્લાના પસંદ કરાયેલા વિસ્તારોમાં સગર્ભા મહિલાઓ, પ્રસૂતિ બાદની માતાઓ તથા નવજાત શિશુઓના આરોગ્ય અંગે જાગૃતિ વધારવાના હેતુથી LIC HFL Sanjeevani – Mobile Maternal & New-born Health Outreach Projectનું અમલીકરણ United Way of Baroda (UWB) દ્વારા LIC Housing Finance Limitedના સહયોગથી કરવામાં આવી રહ્યું છે.
પ્રોજેક્ટ અંતર્ગત માતા અને નવજાતના આરોગ્યને લગતી વિવિધ જનજાગૃતિ પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી રહી છે. જેમાં શિશુ કીટ વિતરણ, સગર્ભાવસ્થા દરમિયાન જરૂરી ANC સેવાઓ, પ્રસૂતિ બાદની PNC સંભાળ, પોષણ, આયર્ન-ફોલિક એસિડનું નિયમિત સેવન, કોલોસ્ટ્રમ એટલે કે જન્મ બાદનું પ્રથમ પીળું દૂધ, વહેલું સ્તનપાન, છ મહિના સુધી માત્ર માતાનું દૂધ, નવજાતની સ્વચ્છતા તથા સમયસર રસીકરણ જેવા મહત્વપૂર્ણ આરોગ્ય સંદેશાઓનો સમાવેશ થાય છે.
Dohad, Dahod | Sep 22, 2026