થાનગઢ-ચોટીલા હાઈવે પર વાવડીના પાટિયા પાસે ઇકો કાર અને બાઈક વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો છે. આ અકસ્માતમાં બાઈક સવાર દિલીપ નાકીયા અને રવિ મેણીયાને ગંભીર ઈજાઓ પહોંચી છે. બંનેને તાત્કાલિક ચોટીલા સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. દિલીપભાઈની હાલત ગંભીર હોવાને કારણે તેમને વધુ સારવાર માટે રાજકોટ રિફર કરવામાં આવ્યા છે. આ બનાવ મામલે ઇકો કાર ચાલક દીપકભાઈ સામે થાનગઢ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.