ખંભાત: ખંભાતમાં પરિણિતા પર દુષ્કર્મ કેસમાં બે આરોપીઓની ધરપકડ, 1 દિવસના રિમાન્ડ મંજુર
Khambhat, Anand | Aug 10, 2026 ખંભાતમાં એક ચકચારી દુષ્કર્મ કેસમાં ભાજપા યુવા કારોબારી સભ્ય વિજય ચૌહાણ અને તેના મિત્ર કિરણ જાદવ નામના આરોપીઓની પોલીસે ધરપકડ કરી છે.ધરપકડ બાદ બંને આરોપીઓનું સરકારી હોસ્પિટલમાં મેડિકલ પરીક્ષણ કરાવવામાં આવ્યું હતું અને ત્યારબાદ તેમને ખંભાતની નામદાર કોર્ટ સમક્ષ રિમાન્ડ અર્થે રજૂ કરવામાં આવ્યા હતા.જ્યાં ખંભાત ગ્રામ્ય પોલીસ દ્વારા 6 જેટલાં જુદા જુદા મુદ્દાઓ સાથેની દલીલો રજુ કરી આરોપીઓના 5 દિવસના રિમાન્ડની માંગણી કરતા 1 દિવસના રિમાન્ડ મંજુર કર્યા છે.