લખપત: ઇન્સ્ટાગ્રામમાં લક્કી ડ્રોની લાલચ આપી છેતરપિંડી: છેર મોટીની મહિલાએ બાઇક જીતવાની લ્હાયમાં ₹1.85 લાખ ગુમાવ્યા
Lakhpat, Kutch | Sep 20, 2026 કચ્છ જિલ્લાના લખપત તાલુકાના છેર મોટી ગામે ઓનલાઇન ઠગાઈનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. ઇન્સ્ટાગ્રામ પર વિવિધ ઇનામો જીતવાની લાલચ આપી ઠગબાજોએ એક મહિલા પાસેથી ટુકડે-ટુકડે 1 લાખ 85 હજાર 500 રૂપિયા પડાવી લીધા છે.