દેત્રોજ રામપુરા: ઈસનપુરમાં ગાંજા સાથે એકની ધરપકડ
ઇસનપુર વિસ્તારમાં પોલીસ દ્વારા ડ્રગ્સ વિરોધી અભિયાન સઘન બનાવવામાં આવ્યું છે. પોલીસે બાતમીના આધારે કાર્યવાહી કરી એક શખ્સ પાસેથી ૩૬ ગ્રામ ગાંજાનો જથ્થો જપ્ત કર્યો છે. આ મામલે ઇસનપુર પોલીસે NDPS એક્ટ હેઠળ ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.