બાંટવા ગામે રહેતા સાસરીયાઓએ દુઃખ ત્રાસ આપ્યાની ફરીયાદ શીલ પોલીસ મથકે નોંધાતા પોલીસે ધોરણસરની કાર્યવાહી કરી છે. વર્ષોબેન કમલેશભાઈ પરમારએ પતિ કમલેશભાઈ, સાસુ જયાબેન, નણંદ જયશ્રીબેન, નણંદ ગીતાબેન વિરૂધ્ધ એવા મતલબની ફરીયાદ નોંધાવી છે કે, ફરીયાદને અવાર નવાર ચારિત્ર બાબતે અને કરીયાવર અંગે મેણાટોણા મારી ગાળાગાળી કરી ઢીકાપાટુનો મારમારી ફરીયાદ તરછોડી મુક્યાની ફરીયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.