માણાવદર: માં ગંદકીના ગંજ વચ્ચે ઉભરાતી ગટરો: નગરપાલિકાના સફાઈના દાવા પોકળ સાબિત થતા જનરોષ
માણાવદરમાં નગરપાલિકાની સફાઈ કામગીરી પર સવાલો ઊભા થયા છે. દર વર્ષે લાખો રૂપિયાનો ખર્ચ થતો હોવા છતાં શહેરની હાલત બગડતી જ રહી છે. અનેક વિસ્તારોમાં ગટરો ગંદકીથી છલકાઈ રહી છે અને યોગ્ય સફાઈના અભાવે કચરો જામ થતાં ગંદું પાણી રસ્તા પર વહે છે. દુર્ગંધથી સ્થાનિકો પરેશાન બની ત્રાહિમામ પોકારી રહ્યા છે. દવાનો છંટકાવ સમયસર ન થતા મચ્છર અને માખીઓનો ઉપદ્રવ વધ્યો છે, જેના કારણે રોગચાળાની ભીતિ પણ સેવાઈ રહી છે. સરકાર તરફથી સ્વચ્છતા માટે ગ્રાન્ટ મળતી હોવા છતાં, લોકોન