માણાવદર તાલુકાના જિલાણા ગામના ખેડૂત બીપીનભાઈ મોહનભાઈ મારોણીયા 2016થી પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે. તેવોએ રાબેતા મુજબની ખેતી છોડીને જીવામૃત, ઘન જીવામૃત, દશપર્ણી અર્ક અને અગ્નિ અસ્ત્ર જેવા પ્રાકૃતિક ઉપાયો અપનાવ્યા પછી ખર્ચ લગભગ શૂન્ય, ગુણવત્તામાં જબરદસ્ત સુધારો, ઉત્પાદન સારામાં સારું, પપૈયામાં કુદરતી મીઠાશ અને લોકલ માર્કેટમાં સીધી વેચાણ જેવા ફાયદાઓ થતા ખેડૂતોને પ્રાકૃતિક ખેતી તરફ વળવા અનુરોધ કર્યો છે.