લખપત: માતાના મઢ ખાતે અશ્વિન નવરાત્રિ મહોત્સવ માટેની તૈયારીઓનો ધમધમાટ શરૂ
Lakhpat, Kutch | Oct 1, 2026 દેશ-વિદેશમાં પ્રખ્યાત આશાપુરા માતાજીના ધામ માતાના મઢ ખાતે ૧૦મી ઓક્ટોબરથી પ્રારંભ થતા અશ્વિન નવરાત્રિ મહોત્સવને લઇને વહીવટી તંત્ર દ્વારા વ્યાપક તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. યાત્રિકો અને દર્શનાર્થીઓની સુવિધા માટે માતાના મઢ ખાતે પ્રાંત અધિકારી ઉત્કર્ષ ઉજ્જવલના અધ્યક્ષસ્થાને એક મહત્વપૂર્ણ સમીક્ષા બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં સ્થાનિક ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા, ટ્રસ્ટી ખેંગારજી જાડેજા, મામલતદાર, ટીડીઓ તેમજ સરપંચ કાસમભાઈ કુંભાર સહિત તમામ ઉપસ્થિત