ખંભાત: વડગામ દરિયાઈ પટ્ટ વિસ્તારના ચાલતા માટી ખનન પર ખાણ ખનીજ વિભાગના દરોડા, 3 ઇટાચી અને 12 ડમ્પર જપ્ત
Khambhat, Anand | Oct 17, 2026 આણંદ જિલ્લા ખાણ ખનીજ વિભાગ દ્વારા ગેરકાયદેસર ખનન સામે લાલ આંખ કરવામાં આવી છે. આણંદ ખાણ ખનીજ વિભાગના રોયલ્ટી ઇન્સ્પેક્ટર પરાગ વિરડીયા, માઇન સુપરવાઇઝર પાવન બારોટ અને સંકેત પટેલની ટીમે ખંભાત તાલુકાના વડગામ વિસ્તારમાં દરિયાના પટમાં રેડ પાડીને મોટા પાયે ચાલતું ગેરકાયદેસર માટી ખનન ઝડપી પાડ્યું છે. ખાણ ખનીજ વિભાગની આ અચાનક રેડ દરમિયાન સ્થળ પરથી 3 ઇટાચી મશીન અને 12 ડમ્પર જપ્ત કરવામાં આવ્યા છે, જેની કરોડો રૂપિયાની કિંમત થાય છે.