અંજાર: ભરણપોષણ કેસમાં ફરાર આરોપીને દુધઈ પોલીસે ઝડપી પાડ્યો
Anjar, Kutch | Aug 16, 2026 ભરણપોષણના કેસમાં સજા વોરંટ બાદથી નાસતો ફરતો આરોપી દિનેશભાઈ કારાભાઈ પાતરીયા, રહે. નવી દુધઈ, તા. અંજાર, કચ્છ અંગે મળેલી બાતમીના આધારે દુધઈ પોલીસે પાબુદાદા મંદિરવાળા વિસ્તારમાંથી તેને ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.આ કામગીરી દુધઈ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એન.બી. ડોડીયા તથા સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી.