ઉધના: સુરતના જહાંગીરપુરામાં પિતાના અંતિમ સંસ્કાર કરવા ગયેલા પુત્રનું બેભાન થતાં મોત
Majura, Surat | Nov 5, 2025 સુરતના જહાંગીરપુરા સ્મશાનભૂમિમાં પિતાના અંતિમ સંસ્કાર માટે આવેલો પુત્ર ઢળી પડ્યો હતો. જેથી સારવાર માટે લઈ જતા મોત નીપજ્યું હતું. પરિવારમાં એક દિવસમાં બે મોભીનાં મોત થતા શોકની કાલિમા છવાઈ ગઈ હતી.વેડરોડમાં રહેતા ભાવિક મંજીભાઈ કરપીયા હીરાના કારખાનામાં કામ કરી પત્ની અને એક પુત્ર સહિતના પરિવારનું ગુજરાન ચલાવતો હતો.ભાવિકના પિતાનું અકાળે મોત થયું હતું.જેથી પરિવારજનો દ્વારા મંજીભાઈના અંતિમ સંસ્કાર માટે મૃતદેહને જહાંગીરપુરા સ્મશાનભૂમિમાં લઈ ગયા હતા.