કેશોદ: કેશોદ તાલુકા ખેડૂત પુત્ર હિત રક્ષક સમિતિ દ્વારા પાક નુકશાનીને લઈને મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું
કેશોદ તાલુકા ખેડુત પુત્ર હિત રક્ષક સમિતીનું પાક નુકશાનીને લઈ આવેદન.ખેડૂતોએ પાથરામાં ઉગી ગયેલી મગફળીના હાર પહેરી મામલતદારને પાક નુકશાની સહાય ચૂંકવવા અંગે આવેદન આપ્યું.ખેડૂત સમિતીના સભ્યો સહિતના મોટી સંખ્યામાં ખેડૂતો રહ્યાં હાજર.ખેડૂતોએ મોસમ સાચવવાની ઉતાવળ હોય, ખેતર ઝડપથી ખાલી કરવાના હોય 48 કલાકમાં સર્વેની કામગીરી પૂર્ણ કરવા માંગ કરી.વધારામાં ખેડૂતોએ અલગથી રાહત પેકેજ જાહેર કરવા પણ માંગ કરી.