લખપત: માતાનામઢ ખાતે સેવા સેતુ કાર્યક્રમ યોજાયો: ૧૫૪થી વધુ લાભાર્થીઓએ સરકારી યોજનાઓનો લાભ લીધો
Lakhpat, Kutch | Sep 24, 2026 પ્રસિદ્ધ તીર્થભૂમિ માતાનામઢની પ્રાથમિક શાળા ખાતે વહીવટી તંત્ર દ્વારા સેવા સેતુ કાર્યક્રમનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય સામાન્ય નાગરિકો, વૃદ્ધો અને મહિલાઓને સરકારી કચેરીઓના ધક્કા ખાવામાંથી મુક્તિ અપાવવાનો અને ઘરઆંગણે જ પારદર્શક વહીવટી સેવાઓ ઝડપથી પૂરી પાડવાનો હતો. એક જ છત નીચે યોજાયેલા આ કાર્યક્રમમાં રાશન કાર્ડ, ઈ-કેવાયસી, આવકના દાખલા, વિધવા સહાય અને પ્રધાનમંત્રી આવાસ યોજના સહિત ૫૫ જેટલી વિવિધ સેવાઓ આપવામાં આવી હતી