અંજાર: તુણા ગામે પીવાના પાણીમાં ગટરનું દૂષિત પાણી ભળતા ગ્રામજનોમાં રોષ
Anjar, Kutch | Aug 14, 2026 અંજાર તાલુકાના તુણા ગામે લાંબા સમયથી પાણીની સમસ્યા વચ્ચે પીવાના પાણીની ટાંકીમાંથી ગટરનું ગંદુ અને દુર્ગંધયુક્ત પાણી વહી રહ્યું હોવાનો ગ્રામજનોએ આક્ષેપ કર્યો છે.સામાજિક કાર્યકર ખીમજી પરમારે તાત્કાલિક દૂષિત પાણી બંધ કરી નિયમિત શુદ્ધ પાણી પૂરું પાડવાની માંગ કરી છે.