ગણેશ ચતુર્થીએ વડોદરાના સ્મિત ઠાકુરે શ્રમજીવી પરિવારની 200થી વધુ ગણેશ પ્રતિમા ખરીદી
સુરતમાં ગણેશ ચતુર્થીએ ફૂટપાથ પર શ્રીજીની પ્રતિમા વેચતા શ્રમજીવી પરિવારની વણવેચાયેલી 200 મૂર્તિઓ રહી જતાં ચિંતામાં મુકાયો હતો.
વરસાદના કારણે પ્રતિમાઓ ન વેચાતાં મુશ્કેલીમાં મુકાયેલા પરિવારની વડોદરાના સ્મિત ઠાકુર અને તેના મિત્રએ 25,000 ચૂકવી તમામ મૂર્તિઓ ખરીદી લીધી.
મૂર્તિઓ રઝળે નહીં અને આસ્થા જળવાઈ રહે તે હેતુથી સુરત પોલીસની મદદ મેળવી એક જ સ્થળે 200 પ્રતિમાઓની સ્થાપના કરાશે.
પોલીસે ફાળવેલી જગ્યા પર સામૂહિક સ્થાપન બાદ દોઢ દિવસના ગણપતિ તરીકે તમામ પ્રતિમાઓનું વિધિવત વિસર્જન કરવામાં આવશે.
બંને મિત્રોની આ અનોખી પહેલથી શ્રમજીવી પરિવાર આર્થિક સંકટમાંથી ઉગરી જતાં તેમણે બંને યુવકોનો હૃદયપૂર્વક આભાર માન્યો હતો.
.
.
.
.
.
.
.
.
.
#ganeshchaturthi #ganeshpratima #suratcitypolice #surat #ssknews
Udhna, Surat | Sep 14, 2026