સુરતના રાંદેર વિસ્તારમાં SOG પોલીસે કાર્યવાહી કરી 22 વર્ષીય ઈસમને 52.360 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ સાથે ઝડપી પાડ્યો છે. પોલીસે રૂ.1.57 લાખના ડ્રગ્સ સહિત કુલ રૂ.2.70 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. પ્રાથમિક તપાસમાં શોર્ટકટમાં પૈસા કમાવાની લાલચે ડ્રગ્સના વેચાણમાં સંડોવાયો હોવાની માહિતી સામે આવી છે. સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.