સુરતમાં જૂના ગામડાની યાદ અપાવતી અનોખી ગણપતિ થીમ આકર્ષણનું કેન્દ્ર બની છે. અહીં માટીના રસ્તા, જૂના જમાનાનાં ઘર, ગાડું, ખેતર અને કૂવા સાથે ગામડાની સંસ્કૃતિની સુંદર ઝલક જોવા મળી રહી છે. આખા ગામની વચ્ચે ગણપતિ બાપ્પાની સ્થાપના કરવામાં આવી છે, જેને જોઈને એક ક્ષણ માટે સમય પાછળ ફરી ગયો હોય તેવી અનુભૂતિ થાય છે. સુરતવાસીઓ માટે પરિવાર સાથે મુલાકાત લેવા જેવી આ અનોખી થીમ જહાંગીરપુરા નજીક સરોલી ગામમાં સાઈબાબા મંદિર પાસે Happy Club દ્વારા તૈયાર કરવામાં આવી છે.
📍 જહાંગીરપુરા નજીક, સરોલી ગામ, સાઈબાબા મંદિર પાસે
Udhna, Surat | Sep 15, 2026