ધંધુકા: ધંધુકા રેલવે ઓવરબ્રિજ ઉપર હિટ એન્ડ રનની ઘટના, બે યુવાનોના મોત.
ધંધુકા રેલવે ઓવરબ્રિજ ઉપર હિટ એન્ડ રનની ઘટના, બે યુવાનોના મોત ધંધુકા શહેરના રેલવે ઓવરબ્રિજ ઉપર અજાણ્યા વાહનની જોરદાર ટક્કરથી ગંભીર અકસ્માત સર્જાયો હતો. અકસ્માત બાદ અજાણ્યું વાહન સ્થળ પરથી ફરાર થઈ ગયું હોવાનું જાણવા મળ્યું છે. આ અકસ્માતમાં બાઇક પર સવાર બે યુવાનોને ગંભીર ઈજાઓ થતાં બંનેના ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતા. ઘટનાની જાણ થતાં ધંધુકા 108 અને 112ની ટીમો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. ધંધુકા પોલીસ પણ સ્થળ પર પહોંચી સમગ્ર મામલે તપાસ હાથ ધરી