બાવળા: ગૌ માતાને રાજ્ય માતાનો દરજ્જો આપવાની માંગ સાથે કેસરગઢથી વાહન રેલી નીકળી, બાવળામાં કરાયું સ્વાગત
ગૌ માતાને રાજ્ય માતાનો દરજ્જો આપવાની માંગ સાથે આજરોજ તા. 03/11/2025, સોમવારે સવારે 10.30 વાગે ધોળકા તાલુકાના કેસરગઢ ગૌ શાળા ખાતેથી અમદાવાદ કલેકટર કચેરી જવા માટે વાહન રેલી નીકળી હતી. જેમાં એક રથ, ફોર વહીલ વાહનો અને બાઈકો જોડાયા હતા. આ વાહન રેલીમાં શ્રી રંગ અવધૂત રામાયણી બાપુ, જૈન સંગઠનો, ગૌરક્ષકો સામેલ થયા હતા.આ રેલીનું બાવળા ખાતે સ્વાગત કરવામાં આવ્યું હતું.