ઓડિશાના ભુવનેશ્વરમાં 76 વર્ષીય વૃદ્ધ મહિલાની હ*ત્યા અને લૂ*ટનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો હતો. નિવૃત્ત DFOની પત્ની કુંજલતા નંદાની હ*ત્યા કરી લૂ*ટ ચલાવનાર આરોપી બલભદ્ર રામચરણ મહારાણાની સુરત ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી છે.
આરોપી છેલ્લા ચાર મહિનાથી વૃદ્ધાના ઘરે કેરટેકર તરીકે કામ કરતો હતો. મહિલાની એકલતાનો લાભ લઈ તેનું ગળું દબાવી હ*ત્યા કર્યા બાદ ઘરમાંથી ₹32 હજાર રોકડા અને અંદાજે 50થી 60 ગ્રામ સોનાના દાગીના લૂંટી ફરાર થયો હતો.
ભુવનેશ્વરથી લુધિયાણા અને ત્યારબાદ સુરત પહોંચેલો આરોપી દિલ્હી ભાગવાની તૈયારીમાં હતો. દરમિયાન સુરત ક્રાઈમ બ્રાન્ચ અને વડોદરા ગ્રામ્ય SOGના સંયુક્ત ઓપરેશનમાં કરજણ નજીક નેશનલ હાઈવે-48 પર ક્રિષ્ના હોટેલ પાસેથી તેને ઝડપી પાડવામાં આવ્યો હતો.
આરોપીને વધુ કાયદેસરની કાર્યવાહી માટે ભુવનેશ્વર પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરાઈ છે.
Udhna, Surat | Nov 11, 2026