છાપરવડ EMRS ખાતે બેઝિક આપત્તિ વ્યવસ્થાપન અંતર્ગત જનરક્ષક 112 તાલીમ યોજાઈ
દાહોદ જિલ્લાના સીંગવડ તાલુકામાં આવેલી EMRS છાપરવડ શાળા ખાતે જિલ્લા ઈમરજન્સી ઓપરેશન સેન્ટર અને કલેક્ટર કચેરી દાહોદ દ્વારા બેઝિક આપત્તિ વ્યવસ્થાપન અંતર્ગત જનરક્ષક 112 સુવિધા અંગે તાલીમ કાર્યક્રમ યોજાયો હતો.
આ તાલીમનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓને આપત્તિ કે કટોકટીના સમયે તાત્કાલિક અને યોગ્ય પ્રતિસાદ મેળવવા અંગે જાગૃત કરવાનો હતો. તાલીમ દરમિયાન વિદ્યાર્થીઓને આપાતકાલીન સેવા, પ્રાથમિક સારવાર, આગથી બચાવ સહિતની વિવિધ કટોકટીની પરિસ્થિતિમાં 112 ઈમરજન્સી નંબરની કામગીરી અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
કોઈપણ કટોકટીની પરિસ્થિતિમાં 112 નંબરનો ઉપયોગ કેવી રીતે કરવો, ઈમરજન્સી સેવા સુધી ઘટનાની જરૂરી માહિતી કેવી રીતે પહોંચાડવી અને મદદ મેળવવા માટે કઈ બાબતોનું ધ્યાન રાખવું તે અંગે વિદ્યાર્થીઓને પ્રાયોગિક સમજ આપવામાં આવી હતી.
નિષ્ણાતો દ્વારા આપત્તિના સમયે ગભરાયા વિના સલા�