આઈ-ખેડૂત પોર્ટલ પર નિદર્શન, પ્રમાણિત બિયારણ અને સીડ મીનીકિટ્સ માટે ઓનલાઈન અરજી શરૂ
દાહોદ જિલ્લાના ખેડૂતો માટે ખેતીવાડી ખાતાની વિવિધ યોજનાઓ હેઠળ નિદર્શન, પ્રમાણિત બિયારણ તથા સીડ મીનીકિટ્સ હેઠળના ઘટકો માટે ઓનલાઈન અરજીઓ મેળવવા આઈ-ખેડૂત પોર્ટલ શરૂ કરવામાં આવ્યું છે.
આઈ-ખેડૂત પોર્ટલ 4 ઓક્ટોબર 2026થી 15 ઓક્ટોબર 2026 સુધી ખુલ્લું રહેશે. આ સમયગાળા દરમિયાન દાહોદ જિલ્લાના ખેડૂતો ખેતીવાડી ખાતાની વિવિધ યોજનાઓ હેઠળ લાભ મેળવવા માટે ઓનલાઈન અરજી કરી શકશે.
ખેડૂતોને પોતાની અરજી નિયત સમયમર્યાદામાં ઓનલાઈન રજૂ કરવા જણાવાયું છે. યોજનાનો લાભ મેળવવા ઈચ્છતા ખેડૂતો સમયસર અરજી કરે તે માટે જિલ્લા ખેતીવાડી વિભાગ દ્વારા અપીલ કરવામાં આવી છે.
યોજનાઓ અંગે વધુ માહિતી અને માર્ગદર્શન મેળવવા માટે ખેડૂતો નજીકના ખેડૂતમિત્રનો સંપર્ક કરી શકશે. સમયમર્યાદા પૂર્ણ થાય તે પહેલાં જરૂરી વિગતો સાથે ઓનલાઈન અરજી કરવાની રહેશે.