દાહોદમાં બે માથાવાળા દુર્લભ વુલ્ફ સ્નેકનું રેસ્ક્યુ, પ્રકૃતિપ્રેમીઓમાં કુતૂહલ
દાહોદ પ્રકૃતિ મિત્ર મંડળની રેસ્ક્યુ ટીમ દ્વારા અત્યંત દુર્લભ બે માથા ધરાવતા વુલ્ફ સ્નેક એટલે કે વરુદંતીનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. દાહોદ વનવિભાગના સહકારથી કરવામાં આવેલા આ રેસ્ક્યુ બાદ આ અનોખા સાપને લઈને પ્રકૃતિપ્રેમીઓ અને વન્યજીવ રસિકોમાં કુતૂહલ જોવા મળી રહ્યું છે.
પ્રકૃતિ મિત્ર મંડળના જણાવ્યા મુજબ, મંડળના સ્થાપના દિવસ એટલે કે 4 ઓક્ટોબરના રોજ જ આ દુર્લભ રેસ્ક્યુનો કિસ્સો સામે આવ્યો હતો. એક જ શરીર અને બે માથાં ધરાવતા આ સાપને જોઈ રેસ્ક્યુ ટીમ પણ આશ્ચર્યચકિત થઈ હતી.
વુલ્ફ સ્નેક એટલે કે વરુદંતી સામાન્ય રીતે બિનઝેરી સાપ છે અને માનવ માટે હાનિકારક માનવામાં આવતો નથી. મકાનોની આસપાસ જોવા મળતી ગરોળી સહિતના નાના જીવો તેનો મુખ્ય ખોરાક હોય છે. પર્યાવરણની દૃષ્ટિએ પણ વુલ્ફ સ્નેક મહત્વપૂર્ણ માનવામાં આવે છે.
એક જ શરીરમાં બે માથાં વિકસવાની ઘટનાને વિજ્ઞાનમ